પાકિસ્તાનની સંસદમાં પ્રથમ હિન્દુ દલિત સેનેટર બનવાનું બહુમાન કૃષ્ણા કોહલીને મળ્યું છે. 39 વર્ષીય કૃષ્ણા કોહલીએ સિંધ પ્રાન્તની અલ્પસંખ્યક માટેની બેઠકથી બિલાવલ ભુટ્ટો જરદારીના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટીથી ઉમેદવારી નોંધાવી હતી. કોહલીએ સિંધ યુનિવર્સિટીથી સમાજશાસ્ત્રમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. પાકિસ્તાનની સંસદમાં આ પ્રકારનું બહુમાન મેળવનાર તેઓ સૌપ્રથમ હિન્દુ મહિલા છે.