દેશભરમાં ચાલી રહેલી સ્વચ્છતા ઝુંબેશના એક ભાગ રૂપે પાટનગર નવી દિલ્હીમાં પહેલવહેલો ગાર્બેજ કાફે શરૂ કરાયો હતો. સાઉથ દિલ્હીના નજફગઢ વિસ્તારમાં શરૂ કરાયેલા આ કાફેમાં 1 કિલો પ્લાસ્ટિક કચરો આપનારને ભરપેટ મફત ભોજન આપવામાં આવશે એવી જાહેરાત દિલ્હી નગર નિગમે કરી હતી. 250 ગ્રામ પ્લાસ્ટિક કચરાના બદલામાં સવારે ગરમાગરમ નાસ્તો મળશે. આ એક વિશિષ્ટ પ્રયોગ છે. જણાવી દઈએ કે અગાઉ આવો જ એક પ્રયોગ છતીસગઢમાં થયો હતો અને એને સારી સફળતા પ્રાપ્ત થઇ હતી.