Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે લાગૂ લૉકડાઉન 5.0નો આજે પ્રથમ દિવસ છે. ગૃહમંત્રાલયની ગાઈડ લાઈન મુજબના નિયમો આજથી સમગ્ર દેશમાં લાગૂ થઈ ગયા છે. જે 30-જૂન સુધી યથાવત રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન-5ને અનલૉક-1 નામ આપવામાં આવ્યું છે. આ એક મહિના દરમિયાન તબક્કાવાર દેશમાં કેટલીક વધારે છૂટ આપવામાં આવશે.

જો કે નવી ગાઈડલાઈન પ્રમાણે, કેન્દ્ર સરકારે 1-જૂનથી લૉકડાઉનમાં મહદઅંશે છૂટ આપી દીધી છે. અનેર રાજ્યોએ અન્ય રાજ્યોમાં અવરજવર કરનારા લોકો માટે સરહદો ખોલી દીધી છે અને ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટને મંજૂરી મળી ગઈ છે.

ઉત્તર પ્રદેશ સરકારે કહયું છે કે, ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ દિલ્હી સાથે સંકળાયેલી સરહદ પર અવરજવરનો નિર્ણય ગાજિયાબાદ અને નોઈડા જિલ્લા વહીવટી તંત્ર પણ છોડી દીધો છે. જો કે ઉત્તર પ્રદેશે પોતાની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો ફરીથી શરૂ નથી કરી. જ્યારે કર્ણાટક સરકારે કન્ટેનમેન્ટ ઝોનને બાદ કરતાં રાજ્યની અંદર અવરજવર પર લાગેલી રોક હટાવી દીધી છે.

બીજી તરફ કોરોનાના સતત કેસો વધવાને પગલે મહારાષ્ટ્ર અને તમિલનાડુએ તેની મંજૂરી નથી આપી. જ્યારે ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોએ 31-મે બાદ પણ ઈન્ટરસ્ટેટ ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસના પગલે લાગૂ લૉકડાઉનના કારણે દેશભરમાં લગભગ બે મહિનાથી આ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની નવી ગાઈડલાઈન

ગુજરાત સરકારે પોતાના રાજ્ય માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કરફ્યૂ રહેશે. તમામ દુકારો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. આ ઉપરાંત ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો તમામ જિલ્લાઓમાં દોડશે. તમામ સરકારી ઓફિસો આજથી શરૂ થઈ જશે. જો કે નવી ગાઈડલાઈન પ્રમાણે, હોટલ, રેસ્ટોરન્ટ, ધાર્મિક સ્થળ કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે જ ખુલશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ