સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે કોરોનાએ ગુજરાતમાં પગ પેસારો કર્યો છે. ગુજરાતમાં ગુરૂવારે મોડી સાંજે કોરોના વાયરસના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે. આ અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરી છે. હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે. સુરતની યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે રાજકોટનો યુવક મક્કા મદીનાથી આવ્યો હતો.
આરોગ્ય વિભાગ સતત તેના પર નજર રાખી રહ્યું છે. હાલમાં સુરત અને રાજકોટ બંને કેસમાં કોરોનાનો ચેપ લાગેલાં બંને દર્દી હેલ્થ રિકવરી પણ સારી છે. તેઓ હાલમાં વેન્ટિલેટર પર પણ નથી સામાન્ય શ્વાસોશ્વાસ કરી રહ્યા છે.
કોરોના વાયરસના પગલે પોલીસ કમિશનર દ્વારા 144 ધારા લાગુ કરવામાં આવી છે. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે થિયેટર અને મોલ ફરજિયાત બંધ રાખવા આદેશ કર્યો છે. તેમજ હોટલ પર વધુ લોકોને એકઠા ન થવા દેવા સૂચના આપી છે.