અમદાવાદની આન,બાનઅને શાન સમાન મેટ્રો ટ્રેનનું કામકાજ ધમધોકાર ચાલી રહ્યું છે. બીજી તરફ આ મેટ્રો ટ્રેનના કોચ પૈકી પ્રથમ કોચ અમદાવાદ પહોંચ્યો છે. અમદાવાદના રિવરફ્રન્ટ પર વલ્લભસદન નજીક આ કોચ મૂકવામાં આવ્યો છે જેનું અનાવરણ મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 ઓક્ટોબરે કરશે.