ભારતમાં માનવ મેટાપ્યુમોવાયરસ (Human metapneumovirus) (HMPV) નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કર્ણાટકના બેંગલુરુમાં 8 મહિનાના બાળકનો કથિત પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. લેબોરેટરીના રિપોર્ટ પ્રમાણે બાળકના સેમ્પલ 2 જાન્યુઆરીએ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન, પ્રથમ શંકાસ્પદ કેસ જાહેર થયા પછી આરોગ્ય મંત્રાલય HMPV અંગે સલાહ આપી શકે છે.