ભાજપના પૂર્વ ધારાસભ્ય કરશન દુલાના ભાઈ ભીમા દુલા પર આદિત્યાણામાં ફાયરિંગ થયું. ફાયરિંગમાં ઘાયલ ભીમા દુલાને પોરબંદરની સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. દુલા જ્યારે આદિત્યાણા કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે તેમના પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું. પોલીસે આ ઘટના વિસ્તારમાં બાદ નાકાબંધી કરી આરોપીઓને પકડવા તજવીજ કરી છે.