દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી નાગરિકતા સંશોધન કાયદા (CAA)ના વિરોધમાં પ્રદર્શનો યોજાઈ રહ્યા છે. ગુરુવારે જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં CAAની વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હતી. જેમાં જામિયાનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. ઘાયલ વિદ્યાર્થીને હોલી ફેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ફાયરિંગ કરનારા શખ્સે જણાવ્યું કે, હું તમને આઝાદી આપું છું. દિલ્હી પોલીસે ફાયરિંગ કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની પિસ્ટોલ પણ જપ્ત કરી લીધી છે. પોલીસે જણાવ્યું છે કે, તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.