પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં રમજાનના પ્રથમ દિવસે જ યુદ્ધવિરામનો ભંગ કરાયો છે. જમ્મુ-કશ્મીરના સાંબા અને કઠુઆ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાની સેનાએ ભારતીય સૈન્ય તથા રહેણાક વિસ્તારોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો હતો. અરણિયા તથા આરએસ પુરા સેક્ટરમાં શુક્રવારે સવારથી ગોળીબાર ચાલુ છે. બીએસએફના જવાનોએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.