બોલીવૂડના ભાઈજાન તરીકે ઓળખાતા કલાકાર સલમાન ખાનના મુંબઈના બાન્દ્રા ખાતેના ફલેટ પર આજે વહેલી પરોઢે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બે બાઈકસવારો વહેલી પરોઢે આશરે પોણા પાંચ વાગ્યાના અરસામાં સલમાનના ફલેટની બાલ્કની તરફ તાકીને ધડાધડ ગોળીઓ વરસાવી ફરાર થઈ ગયા હતા.