સૈન્યમાં ભરતી માટે કેન્દ્ર સરકારની નવી અગ્નિપથ યોજના અંગે દેશના યુવાનોમાં ફેલાયેલો ભારે આક્રોશ શાંત પાડવા અને યોજના માટે તેમને રિઝવવા સરકારે કવાયત હાથ ધરી છે. અગ્નિપથ યોજના અંગે ગૃહમંત્રાલયે મોટો નિર્ણય કર્યો છે. ગૃહમંત્રાલયે શનિવારે સીએપીએફ અને આસામ રાઈફલ જેવા અર્ધલશ્કરી દળોમાં અગ્નિવીરો માટે ૧૦ ટકા અનામત અને મહત્તમ વયમર્યાદામાં પણ ત્રણ વર્ષની છૂટની જાહેરાત કરી છે.
દેશભરમાં અગ્નિપથ યોજનાના વિરોધ વચ્ચે યુવાનોની ચિંતા દૂર કરવાના પ્રયાસના ભાગરૂપે ગૃહમંત્રાલયે શનિવારે જાહેરાત કરી હતી કે કેન્દ્રીય આર્મ્ડ પોલીસ ફોર્સ (સીએપીએફ) અને આસામ રાફીલ્સમાં અગ્નિવીરો માટે ૧૦ ટકા બેઠકો અનામત રાખવામાં આવશે. આ સિવાય અર્ધસૈનિક દળોમાં અગ્નિવીરોને મહત્તમ વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટ અપાશે જ્યારે અગ્નિવીરોની પહેલી બેચ માટે વયમાં છૂટ પાંચ વર્ષની રહેશે.