કેન્દ્ર સરકારે યુવાનોને સૈન્યમાં આકર્ષવા માટે રજૂ કરેલી નવી અગ્નિપથ યોજના જાહેરાતની સાથે જ વિરોધના વંટોળમાં ફસાઈ છે. કેન્દ્રની જાહેરાતના પછી બિહારમાં શરૂ થયેલો વિરોધ ગુરુવારે હરિયાણા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોમાં ફેલાયો હતો. બિહારમાં વિરોધે હિંસકરૂપ ધારણ કર્યું હતું, જ્યાં દેખાવકારોએ કેટલીક ટ્રેનોને આગને હવાલે કરી દીધી હતી. આથી બિહારમાં ૨૨ ટ્રેનો રજ કરાઈ છે. હરિયાણાના પલવાલમાં પોલીસની પાંચ ગાડીઓ સળગાવી દેવાઈ હતી અને ડીસી ઓફિસ તથા આવાસ પર પથ્થમારો થયો હતો. રાજસ્થાનમાં દેખાવકારોએ દિલ્હી-જયપુર હાઈવે જામ કરી દીધો છે. મધ્ય પ્રદેશમાં પણ આ યોજના વિરુદ્ધ દેખાવો થયા હતા.