અમદાવાદ શહેરમાં મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે શ્રેય હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓના વોર્ડમાં આગ લાગી હતી. આગમાં કોરોનાના 8 દર્દીઓ જીવતાં ભૂંજાયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ છે.
સેક્ટર -1 જોઈન્ટ કમિશર ઓફ પોલીસ (JCP) આર.વી. અસારીએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હોસ્પિટલમાં ફાયર સેફ્ટી હતી કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ હતી કે નહીં. તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરી છે. હાલ 4 ટ્રસ્ટીઓ પૈકી ભરત મહંત નામના ટ્રસ્ટીને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. દર્દીઓના સગાઓને પણ પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવશે.