મહેસાણામાં દેદીયાસણ જીઆઈડીસીની એક ફેકટરીમાં આગ છે. પ્લોટ નંબર 126માં આવેલી લકી પેકેજીંગના શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં જ ત્યાં પહોંચેલા નગરપાલિકાના ફાયર ફાઇટરએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના કારણ અંગે વધુ તપાસ ચાલુ છે.