Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરા શહેરના મધ્યે આવેલી સર સયાજીરાવ ગાયકવાડ SSG હૉસ્પિટલમાં આગ લાગી છે. હૉસ્પિટલના બાળકોના વિભાગેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. હાલમાં આગની ઘટનાના પગલે SSGના બાળકોના ICU વિભાગના પેશન્ટ્સને શિફ્ટ કરાયા છે. બાળકોના વિભાગમાં ત્રીજા અને ચોથા માળે આગ લાગતાં દોડધામ મચી જવા પામી છે. પીડિયાટ્રિક વિભાગમાં 15 વર્ષ સુધીના બાળકો ભરતી કરાયા હતા. ભયના માહોલની વચ્ચે વાલીઓ પણ પોતાના બાળકોને લઈને દોડ્યાં હતા.

પ્રાપ્ત અહેવાલો મુજબ ફાયરબ્રિગેડની ટીમે આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. એકબાજુ વરસાદ વરસી રહ્યો હતો ત્યારે શોર્ટ સર્કિટ થયો હોવાની આશંકા છે. પીડિયાટ્રિક વિભાગમાં આગ લાગતાં એક તબક્કે સૌના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. જોકે, ફાયર એક્ઝિટ માટે તૈયાર કરાયેલા ખાસ રસ્તેથી બાળકોને ફાયરબ્રિગેડ અને સિક્યોરિટીના જવાનોએ તાત્કાલિક ખસેડી લીધા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ