સ્થાનિક મેડિકલ કોલેજના બાળકોના વોર્ડમાં શુક્રવારની મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ ભયાનક આગમાં 10 નવજાત બાળકો દાઝી ગયા હતા. બાળ વોર્ડની બારી તોડીને અનેક બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લીધી હતી. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 10 બાળકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. જેમાંથી 7 બાળકોની ઓળખ થઈ છે.