ગાંધીનગરના ભાઈજીપુરા પાસે આજે બુધવારે સવારે એક કારમાં આગ ફાટી નીકળી હતી. બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી અનુસાર અહીં એક ટાટા ઈન્ડિગો કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ડ્રાયવર સલામત રીતે કારની બહાર નીકળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું મનાય રહ્યું છે.