અમદાવાદ શહેરમાં ફરી એકવાર રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટનાના સમાચાર સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. આગની આ ઘટનામાં એક વયક્તિનું મોત થયાનું જાણવા મળી રહ્યું છે. આગ લાગવાની જાણ થતા જ ફાયરની 6 ગાડી ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આગની ઘટના પાછળનું કારણ ઘર કંકાસ બાદ પત્નીની હત્યા કરી જાણવા મળી રહ્યું છે.