સૈન્યમાં ભરતી માટે કેન્દ્ર સરકારે રજૂ કરેલી નવી અગ્નિપથ યોજના અંગે દેશભરમાં યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં બિહારથી શરૂ થયેલા આંદોલનની જ્વાળા ૧૨ રાજ્યો સુધી ફેલાઈ છે. આ યોજનાના વિરોધમાં દેખાવો વખતે સિકંદરાબાદમાં ૧ વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે, આ યોજનાના વિરોધના બહાને દેશની શાંતિ ડહોળવાનું કાવતરું ઘડાયું હોવા અંગે કેન્દ્રીય તપાસ સંસ્થાઓએ રાજ્યોને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા મારફત આ યોજના વિરુદ્ધ ખોટી અફવા ફેલાવાતી હોવાનું એજન્સીઓનું કહેવું છે. જોકે, આ યોજનાનો સૌથી વધુ વિરોધ કરનારા બિહારમાં યુવાનોએ મોદી સરકારે યોજના પાછી ખેંચવા માટે ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વધુમાં બિહારમાં શનિવારે બંધનું એલાન કરાયું છે, જેને રાજદે સમર્થન આપ્યું છે.