શહેરના રિલિફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષના મોબાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગની ઝપેટમાં ત્રણ મોબાઇલની દુકાનો આવી ગઇ હતી. આ દુર્ઘટનામાં કોઇ ઇજા કે જાનહાની થવા પામી નહોતી. આગને પગલે દોડધામ મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડના 9 જેટલા વાહનોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે દોઢ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાના પગલે રિલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મોબાઇલની દુકાનની બહાર લગાવવામાં આવેલા હોર્ડિંગમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી અને જોતજોતામાં આગની ઝપટમાં ત્રણ મોબાઇલની દુકાનો આવી ગઇ હતી.