ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેની સુશ્રુશા હોસ્પિટલમાં આજે બપોરે એકાએક આગ લાગતાં દોડધામ મચી હતી. પ્રાથમિક તપાસમાં આગ ઇન્વર્ટરમાં શોર્ટ સર્કિટનાં કારણે લાગી હોવાનું જાણવા મળે છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગથી હોસ્પિટલમાં ફસાયેલા દર્દીઓને ફાયરબ્રિગેડની ટીમે સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.