વાપી નજીક હાઈવે પર આવેલા મોરાઈ ગામ ખાતેના એક ગોડાઉનમાં બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. આ ગોડાઉનમાં ભંગારનો સામાન રાખવામાં આવતો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ નજીકના ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોડાઉનમાં કામ કરનારા બે મજૂર દાઝ્યા હોવાનું જાણવા મળે છે.