ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ આ આગ કુલપતિના ચેમ્બરમાં લાગી હતી. જણાવી દઈએ કે ગુજરાત યુનિવર્સિટીમાં ટીચિંગ સ્ટાફના ઈન્ટરવ્યું ચાલી રહ્યા હતા દરમિયાન જ અચાનક આગ લાગી હતી. આ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આ બાબતે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. કદાચ રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટીમાં ફાયર સેફટીનો અભાવ હોઈ શકે છે. મહત્વનું છે કે આ ઘટનામાં કોઈ જાન હાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. તેમજ આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો છે.