ભારતમાં કોરોના મહામારી સામેના જંગમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવતી વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના માંજરી ખાતેના યુનિટમાં આવેલા અંડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ગુરુવારે બપોરે ૨.૩૦ કલાકની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગના સમાચાર મળતાં જ ૧૫ જેટલાં ફાયરબ્રિગેડનાં વાહનો ઘટનાસ્થળે ધસી ગયાં હતાં અને આગ બુઝાવવાની તથા રાહત અને બચાવની કામગીરી શરૂ કરી હતી. ૩ કલાકની ભારે જહેમત બાદ ૪.૧૫ કલાકે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ૪ લોકોને બચાવી લેવાયાં હતાં. પૂણેના મેયર મુરલીધર મોહોલે જણાવ્યું હતું કે, મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિ સંભવતઃ નિર્માણાધીન ઇમારતમાં કામ કરતા શ્રમિક હતા. હજુ સુધી આગ લાગવાનું કારણ સ્થાપિત થઇ શક્યું નથી પરંતુ ઇમારતમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું અને તેના કારણે આગ લાગ્યાની સંભાવના છે. મહારાષ્ટ્ર સરકારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે.