મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી ૯૦૦ કિમી દૂર આવેલા ભંડારા જિલ્લાના મુખ્યમથક ભંડારા ખાતેની ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલના સિક ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં શનિવારે મધરાત બાદ ૧:૩૦ કલાકે ફાટી નીકળેલી આગમાં ૧૦ નવજાત શિશુનાં મોત થયાં હતાં. દુર્ઘટના સમયે કેર યુનિટમાં કુલ ૧૭ બાળક હતાં, જેમાંથી ૭ને બચાવી લેવાયાં હતાં.મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, હોસ્પિટલની આગમાં દાઝી જવાથી ૩ નવજાતના જ્યારે ૭ નવજાતના ગૂંગળાઈ જવાથી મોત થયાં હતાં.