ઉત્તરપ્રદેશના હાથરસમાં સર્જાયેલી નાસભાગની દુર્ઘટનાથી આખો દેશ હચમચી ગયો છે. ધાર્મિક સત્સંગમાં મચેલી નાસભાગમાં લગભગ 121થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે ત્યારે તંત્ર અને સરકાર એક્શન મોડમાં દેખાઈ રહી છે. દુર્ઘટના પાછળના જવાબદાર લોકો સામે કાર્યવાહી કરતાં પોલીસે સત્સંગના આયોજકો સામે એફઆઈઆર નોંધી લીધી છે. જોકે એફઆઈઆરમાં ચોંકાવનારું એ રહ્યું કે બાબાનું નામ જ તેમાં સામેલ નથી. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રવચનકર્તા સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના મુખ્ય સેવાદાર સહિત અન્ય આયોજકો સામે આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.