ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી વિરૂદ્ધ રવિવારે યોગી સરકાર અંગે વિવાદિત નિવેદન આપવા મુદ્દે કેસ દાખલ કરાયો છે. ગત રોજ કુરૈશી સપા સાંસદ આઝમ ખાનના રામપુર ખાતે આવેલા ઘરે ગયા હતા અને ત્યાં તેમની પત્નીની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જે નિવેદન આપ્યું હતું તેને લઈ વિવાદ સર્જાયો છે.
રામપુરમાં પૂર્વ રાજ્યપાલ અને કોંગ્રેસી નેતા અજીજ કુરૈશી વિરૂદ્ધ થાણા સિવિલ લાઈનમાં રાજદ્રોહના આરોપસર કેસ દાખલ કરવામાં આવ્યો. કુરૈશી વિરૂદ્ધ કલમ 153એ, 153બી, 124એ અને 505 (1)(બી) અંતર્ગત કેસ દાખલ કરાયો છે. આરોપ છે કે, તેમણે યોગી સરકરા વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન આપ્યું હતું.