લોકડાઉન દરમિયાન મહાબલેશ્વર પહોંચીને કોરોના સાથે સંકળાયેલા જાહેરનામાનો ભંગ કરવાના આરોપમાં DHFLના પ્રમોટર કપિલ અને ધીરજ વાધવાન વિરૂદ્ધ શુક્રવારે FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે 23 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તમામ લોકો પર IPC, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને મહામારી એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સમગ્ર દેશમાં હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે આમ છતાં વાધવાન પરિવારના સભ્યો સહિત અનેક લોકો બુધવારે સાંજે પોતાની કારોમાં ખંડાલા અને મહાબલેશ્વરની મુસાફરી કરી હતી. ત્યારે મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષ ભાજપ દ્વારા રાજ્ય સરકાર પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા એટલું જ નહીં તેમણે રાજ્યના ગૃહ પ્રધાન અનિલ દેશમુખના રાજીનામાની માંગણી કરી છે.