ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.COM સેમેસ્ટર 5ની પરીક્ષા લેવાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી. હવે આ ઘટનામાં અંતે FIR નોંધાઈ છે. આ મામલે ગત રાત્રે રાજકોટમાં સોરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ભાજપના નગરસેવકની કોલેજની ભુમિકા બહાર આવી હતી. આ મામલે FSLની ટીમ તપાસ કરી રહી હતી.