બિગ બોસ વિનર રહી ચૂકેલા યુટ્યુબર એલ્વિશ યાદવ મોટી મુશ્કેલીમાં ફસાયો છે. નોઈડા પોલીસે (Noida Police File FIR Against Elvish Yadav) તેની સામે FIR દાખલ કરી છે. આ મામલો વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલો છે. માહિતી અનુસાર એલ્વિશ પર તસ્કરીથી લઈને ગેરકાયદે રીતે રેવ પાર્ટી આયોજિત કરવાનો પણ આરોપ છે. તે તસ્કરી કરનારા લોકો સાથે પણ જોડાયેલો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.