મહારાષ્ટ્ર સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના એક કેસમાં યુટ્યુબ ચેનલ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ મહારાષ્ટ્ર સાયબરને યુટ્યુબ ચેનલ વિશે માહિતી આપી હતી, જેમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી પરની સામગ્રી હતી. IPC કલમ 509, IT એક્ટ અને POCSO કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રના મુંબઈમાં સાયબર સેલે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કેસમાં યુટ્યુબ ચેનલ અને યુટ્યુબ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગએ મહારાષ્ટ્ર સાયબર સેલને જાણ કરી હતી કે યુટ્યુબ ચેનલ પર બાળ યૌન શોષણને લગતી સામગ્રી અપલોડ કરવામાં આવી છે. તે ચેનલ પર ચાર વર્ષની સગીર બાળકી સાથેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો જે અશ્લીલ હતો. આ પછી મહારાષ્ટ્ર સાયબર સેલમાં યુટ્યુબ અને યુટ્યુબ ચેનલ વિરુદ્ધ IPCની કલમ ૫૦૯, POCSOની કલમ ૧૫, ૧૯ અને ITની કલમ ૬૭ B હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ ૮ જાન્યુઆરીએ પોલીસ અધિક્ષક સાયબર સેલને નોટિસ જારી કરીને તપાસની માંગ કરી હતી. કમિશને કહ્યું કે, ‘બાળ યૌન શોષણના વીડિયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે.’ સાયબર સેલના અધિકારીઓએ તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે, ચેનલનું સંચાલન મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના રહેવાસી દ્વારા કરવામાં આવી રહ્યું હતું. જે બાદ અધિકારીએ કહ્યું હતું કે, આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
આ સંદર્ભમાં આગળ તેમણે કહ્યું કે માતા-પુત્રનો સંબંધ ખૂબ જ પવિત્ર હોય છે પણ આવા વીડિયોમાં આ સંબંધને વાંધાજનક હાલતમાં દર્શાવાયા છે. જો યુટ્યુબ પર આવું બધું બંધ નહીં થાય તો એનસીપીઆર આ મામલે FIR નોંધવાથી લઈને યુટ્યુબ અધિકારીઓને જેલમાં મોકલવા સુધીની કાર્યવાહી કરશે.