- પીપલી-લાડવા રોડ સ્થિત ઘી અને દૂધ પાવડર બનાવતી એક કંપનીના સંચાલકે આઈસીઆઈસીઆઈ બેન્કના તત્કાલીન સીઈઓ ચંદા કોચર , પીપલી બ્રાન્ચના મેનેજર સહિત અન્ય ૭ લોકો પર કંપની સાથે છેતરપીંડી કરવા ઉપરાંત કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યા અંગેનો કેસ સદર પોલીસ સ્ટેશનમાં દાખલ કર્યો હતો. તેમજ મેનેજિંગ ડિરેકટર ધીરજ ગુપ્તાની અરજી પર, કોર્ટે એફઆરઆઈનો આદેશ આપ્યો હતો. ગુપ્તાએ જણાવ્યું હતું કે, તેમની કંપનીએ આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી રૂ. ૪.૪૦ કરોડના વેર હાઉસ ફંડિંગની સુવિધા લીધી છે. આ અંગેનો કરાર ૩ મે, ૨૦૧૬ ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં વેરહાઉસમાં તેની પ્રોડક્ટ મૂકી, અને નોંધાયેલ કિંમતવાળી રસીદ બેન્કમાં જમા કરાવી પ્રોડક્ટની કિંમતની ૬૦ ટકા રકમ બેન્ક લોન રૂપે લઈ લેતી હતી. પરંતુ ૧૧ સપ્ટેમ્બર,૨૦૧૭ના રોજ બેન્ક અધિકારી રાહુલ ધવને કંપનીને રૂ.૯૪.૩૮ લાખની ૧૫ દિવસની ચૂકવણી કરવા અંગેની નોટિસ આપી હતી. આ નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, જો રકમ સમયસર ચૂકવવામા ન આવે તો તે વેરાહાઉસમાં રાખવામાં આવેલ માલ દ્વારા તેની વસૂલાત કરવામાં આવશે. એમડી ધીરજ ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે, બેન્કના કર્મચારીઓના મિલીભગતને કારણે પહેલેથી જ ફરિયાદ નોંધાવ્યાના સમય પહેલાં સિવિલ જજ વરિષ્ઠ વિભાગ કુરુક્ષેત્રમાં ફરિયાદ નોંધાવી હતી. તેવા જ સમયે, ખોટી હકીકતો સાથે, જેમાં કંપનીના એકાઉન્ટને એનપીએ એકાઉન્ટ દર્શાવીને હાઈકોર્ટમાં ૧૫ દિવસ માટેની છૂટ પહેલેથી આપી દીધી હતી. જેના કારણે તેના વેરહાઉસમાં રાખવામાં આવેલ ૧ કરોડ ૮૦ લાખ રૂપિયાના દેશી ઘી તથા દૂધનાં પાવડરને નોટિસ આપ્યા વગર વેચી દીધા હતા. સદર પોલીસ સ્ટેશનના એસએચઓ રામપાલે જણાવ્યું હતું કે, કોર્ટના આદેશના આધારે, આઇસીઆઇસીઆઇ બેન્કના સીઇઓ ચંદા કોચર, સિનિયર જનરલ મેનેજર કામિની, બેન્કના પીપલી શાખાના અધિકારી રાહુલ ધવન, અશુંમાન અરોરા, વેરાહાઉસ મેનેજર આરકે શર્મા વિરુદ્ધ છેતરપીંડી અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.