હૈદરાબાદની પોલીસે એક ગેરકાયદે ધિરાણ અને ઉઘરાણીનું રેકેટ પકડી પાડયું છે જેમાં ચાઇનીઝ કંપનીઓ સંકળાયેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર ગેરકાયદે ઓનલાઇન સટ્ટો રમાડતી આ કંપનીઓ ભારતીયો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી તેની કમાણીને એપ્લિકેશન આધારિત ફાઇનાન્શિયલ કંપનીમાં ડાઇવર્ટ કરી દેતી હતી. વળી આ ધિરાણ કંપનીઓ નાણાની વસૂલાત માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેમાં નાનકડી રકમની વસૂલાત માટે પણ ફોન કરીને ધમકાવવાની ઘટનાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ, નોઇડા, ચેન્નઇ અને બેંગ્લુરૂ જેવા વિવિધ વિસ્તારોમાંથી લોકોને કોલ કરીને પજવણી કરવા અને ધમકી આપવાના સંદર્ભમાં ચાર એફઆઈઆર નોંધી છે. ગુજરાત સહિત બીજા રાજ્યોમાં પણ આ રેકેટ સક્રિય છે.