કર્ણાટકના બીદર શહેરમાં આવેલા એક ઐતિહાસિક મદરેસામાં ઘૂસીને નારેબાજી કરવાના આરોપસર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ મામલે 9 લોકો સામે કેસ દાખલ કર્યો છે અને અન્ય 5 લોકો ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ ઘટના 6 ઓક્ટોબરના રોજ મોડી રાતે 2:00 કલાકે બની હતી જાણવા મળ્યા મુજબ દશેરાના કાર્યક્રમ બાદ ટોળું મદરેસામાં ઘૂસી ગયું હતું અને સિંદૂર લગાવીને પૂજા પણ કરી હતી. કેટલાક તોફાની તત્વો સુરક્ષાકર્મીને ધમકાવીને, તાળું તોડીને પુરાતત્વ સ્મારક મહમૂદ ગવાં મદરેસા અને મસ્જિદમાં ઘૂસી ગયા હતા. જોકે પોલીસના કહેવા પ્રમાણે મસ્જિદમાં પ્રવેશવા માટે તાળું નથી તોડવામાં આવેલું.