રાજકોટના એક સમયના સામાજિક મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સહિત પાંચ લોકોએ ગોંડલના વૃદ્ધને હનીટ્રેપમાં ફસાવીને રૂ. 7-8 લાખ પડાવવા માટે ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
જેતપુર રોડ પર રહેતા 80 વર્ષીય વૃદ્ધે ગોંડલ પોલીસ સ્ટેશનમાં તેજલ નામની યુવતી તથા પદ્મિનીબા વાળા અને તેના દીકરા ઉપરાંત શ્યામ અને હીરેન નામના શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ગોંડલમાં 15 દિવસ પહેલા ઘર પાસે બેઠા હતા ત્યારે રિક્ષામાં તેજલ નામની યુવતી આવી હતી અને સરનામું પૂછ્યા બાદ થોડીવાર પછી પરત આવીને વાતચીતથી વિશ્વાસ કેળવી મોબાઈલ નંબર લઈ ગઈ હતી.