26 રાજકીય પક્ષોના ગઠબંધન I.N.D.I.A.નો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. દિલ્હીના બારાખંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ગઠબંધનના નામ પર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, I.N.D.I.A. નામ રાખવું Emblems Actનું ઉલ્લંઘન છે. આ એક્ટ હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના અંગત ફાયદા માટે ઈન્ડિયા નામનો ઉપયોગ ન કરી શકે... આમાં કહેવામાં આવ્યું છે કે, આનાથી લોકોની લાગણીઓને ઠેસ પહોંચી છે.