રાજ્યમાં 16 ઓક્ટોબરથી નવા ટ્રાફિકના નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું છે. આ નવા ટ્રાફિકના નિયમમાં દંડની રકમમાં ઘણો વધારો કરવામાં આવ્યો છે. જેથી રાજ્યના વાહન ચાલકો તેમને ખૂટતા ડોક્યુમેન્ટ મેળવવા માટે RTOની બહાર લાંબી લાંબી લાઈન લગાવીને ઉભા રહે છે. વાહન ચાલકોની મુશ્કેલી જોઈને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બે વખત વાહન ચાલકોને ખૂટતા ડોક્યુમેન્ટ મેળવી લેવા માટે 15-15 દિવસનો સમય આપ્યો હતો.
1 નવેમ્બરના રોજ આ સમય પૂર્ણ થાય છે અને તે પહેલા જ વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ વાહન ચાલકોને ચેતવી દીધા છે અને તમામ વાહન ચાલકોને 1 નવેમ્બરથી ટ્રાફિકના નિયમનું પાલન કરવાની અપીલ કરી છે.
વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હેલમેટ પહેરવાથી વ્યક્તિ તો સલામત થાય છે પરંતુ પરિવારનો વ્યક્તિ કોઈ મોભી હોય અને તે માર્ગ અકસ્માતમાં હેડ ઇન્જરીના કારણે મૃત્યુ પામતો હોય છે ત્યારે તેનું પરિવાર નોધારૂ બની જતું હોય છે, એટલે અમારા માટે રાજ્યનો અને રાષ્ટ્રનો દરેક માનવી અગત્યનો છે. કોઈ પણ વ્યક્તિનું માર્ગ અકસ્માતના કારણે મૃત્યુ ન થાય. હેલમેટ હશે તો વધુમાં વધુ હેલમેટ તૂટી જશે પણ માનવી બચી જશે, એટલે અમારો આગ્રહ છે કે, રાજ્યના દરેક વ્યક્તિઓ કે, જે ટુ-વ્હીલર ચલાવે છે એમને હેલમેટ ફરજીયાત પણે પહેરવો જોઈએ. હવે કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર મક્કમ છે અને તેનું પાલન કરવા માટે રાજ્ય પણ બંધાયેલું છે.