ભારત સહિત દુનિયામાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરુ બનતું જાય છે. ભારતમાં પણ 1લાખ 81 હજારથી વધુ કેસો નોંધાઈ ચુક્યા છે, અને 5 હજારથી વધુના મોત નિપજ્યા છે. જો ગુજરાતની જ વાત કરીએ તો અહીં 15 હજાર કરતા વધારે કેસ નોંધાઇ ચુક્યા છે અને એક હજારથી વધુના મોત નિપજ્યા છે. પણ આ મહામારી સામે સતત ખડે પગે દેશના કોરોના વૉરિયર્સ લડી રહ્યા છે. આપણાં દેશના ડોક્ટર્સ, પોલીસકર્મીઓ, સફાઈકર્મીઓ, મીડિયાકર્મીઓ અને સનદી અધિકારીઓ સતત પોતાની સેવા આપી રહ્યા છે. ત્યારે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટને સફળ રીતે પાર પાડનાર ડૉ.જે.એન.સિંઘે યુ-ટયૂબ ચેનલ તીહાઈ TALKના માધ્યમથી અભિલાષ ઘોડાને આપેલા ઇન્ટરવ્યૂમાં કોરોના અને સરકારની કામગીરી અંગે પોતાના વિચારો જણાવ્યા હતા.
કોવિડ-19 અંગે ભારત સરકાર અને ગુજરાત સરકારની કામગીરીને કેવી રીતે મુલવો છો?
ગુજરાત સરકારની કામગીરી સાથે ગર્વ પણ છે અને સંતોષ પણ છે, આ સરકાર સાથે હું જોડાયેલો હતો અને આજે પણ જોડાયેલો છું. ગુજરાત સરકારે કોરોના વાયરસને ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને મહામારી સામે લડત આપી છે. તેમણે કહ્યું કે, આપણે જાણીએ છીએ તેમ ગુજરાત એ ઇન્ડસ્ટ્રીયલ હબ છે જેનું આપણને સૌને ગૌરવ છે પણ તેના કારણે અહીં સમગ્ર દેશમાંથી મજૂરો કામ કરવા આવે છે... ક્લોઝ કોન્ટેક્ટના કારણે ગુજરાતમાં સંક્રમણની શક્યતા સૌથી વધુ છે. સાથે જ તેમણે કહ્યું, ગુજરાત એ ઇન્ટરનેશનલ હબ છે, શરૂઆતમાં દેશ અને વિશ્વના પ્રવાસીઓ ગુજરાત, ચેન્નઈ, મુંબઈ, દિલ્હીમાં આવ્યા છે તેના કારણે આપણા દેશના પૂર્વી રાજ્યો કરતા આ બધા રાજ્યોમાં સૌથી પહેલા કોરોનાનું સંક્રમણ થયું છે. પરંતુ મને ગર્વ છે જે રીતે ગુજરાત આ મહામારી સામે લડી રહ્યું છે તે કાબિલે તારીફ છે.
મુખ્યમંત્રી, સનદી અધિકારીઓ ચીફ સેક્રેટરીથી લઈને જિલ્લા સ્તરના અધિકારીઓ, ડોક્ટર્સ, પોલીસકર્મીઓ, વોર્ડ સ્તરના કર્મીઓ સહિત પત્રકારો સતત કોરોના સામે પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
કેન્દ્ર સરકારની પોલિસી કોરોના બાબતે રહી છે તે ખૂબ જ પ્રશન્સનીય રહી છે... જે રીતે લોકડાઉન 1થી લઈ 4 સુધી કામ થયું છે જેના કારણે આટલા મોટી આબાદીવાળા દેશમાં પણ કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, સરકાર સારી રીતે કંટ્રોલ કરી શકી છે. તેમણે કહ્યું, જો લોકડાઉન ન થયું હોત અને જો તેનો અમલ ગુજરાત સહિત દેશમાં યોગ્ય રીતે ન થયો હોત તો લાખો લોકો આજે સંક્રમિત થઈ ગયા હોત. અને હોસ્પિટલોમાં પણ સ્થિતિ ખરાબ થઈ ગઈ હોત. કેન્દ્ર સરકારની પીલીસી અને રાજ્ય સરકારનું ઇમ્પ્લીમેન્ટેશન અસરકાર સાબિત થયું.
કોરોના મહામારીના કારણે દેશના અને રાજ્યના પ્લાન બજેટને અસર થવાની તૈયારી; અર્થશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આપ કઈ રીતે જુઓ છો?
આ પ્રશ્નનો જવાબ આપતા જે.એન.સિંઘે કહ્યું કે, આખા વિશ્વમાં 59 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અમેરિકામાં 1 લાખથી વધુના મોત થયા છે, આખા વિશ્વમાં સાડા ત્રણ લાખથી વધુના મોત થયા છે. આરોગ્ય સંકટથી શરૂ થયેલા કોરોનાએ યુરોપ, અમેરિકા અને ચાઇના સહિતના દેશોને ખૂબ જ અસર પહોંચાડી છે. જ્યાં સુધી કોરોનાની દવા શોધાય નહીં ત્યાં સુધી આરોગ્ય સંકટ રહેશેજ પણ આરોગ્ય સંકટની સાથે સાથે ભયંકર આર્થિક સંકટ આવ્યું છે. ડિમાન્ડ અને સપ્લાય બંને સાઈડમાં તકલીફ સર્જાઈ છે. કન્ઝ્યુમર આટલા દિવસથી ઘરમાં રહેવાના કારણે ગુડ્સની જે ડિમાન્ડ છે તે ઓછી થઈ ગઈ છે. ડિમાન્ડ ઓછી હોવાના કારણે માલ સામાન બનાવવાવળાને માર્કેટની તકલીફ છે, એજ રીતે સપ્લાય સાઈડમાં જે મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છે તેમને મજૂર નથી મળી રહ્યા... મેન્યુફેક્ચરિંગ કરી પણ દેતો લોજિસ્ટક ચેઇન નથી મળતી વગેરે વગેરે... ડિમાન્ડ અને સપ્લાય બંને સાઈડમાં તકલીફ થઈ છે. હોસ્પિટાલીટી સેકટર જેમકે હોટલ્સ, રેસ્ટોરેન્ટ્સ, એરલાઇન્સ સેકટર આ સિવાય હોસ્પિટલમાં જે સામાન્ય રોગના દર્દીઓ આવતા હતા આ તમામ સેવાઓને ગંભીર અસર પહોંચી છે. અને તેના કારણે હોસ્પિટાલીટી સેકટરમાં જે રોજગારી મળે છે તેને ભારે અસર પહોંચી છે. અમેરિકામાં લગભગ 40 મિલિયન એટલે કે 4 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા છે ભારતમાં પણ તેની અસર પડશે જ. અમેરિકા, રશિયા, ચાઇના જેવા દેશોમાં આની અસર પડી છે તો સ્વાભાવિક છે કે ભારતમાં પણ તેની અસર પડશે. એક્સપોર્ટ છેલ્લા 2,3 માહિનાથી બંધ પડ્યા છે. મેન્યુફેક્ચરિંગ પણ બંધ છે. MSME જે રોજગારી અને ઇકોનોમીના મૂળ કહેવાય તે પણ પડી ભાંગ્યા છે. હવે આ અસરો ઇકોનોમી સુધી નથી રહી હવે ફાઇનાન્સિયલી સેકટરમાં આની અસર વર્તાશે. દેશના માઈક્રો અને મેક્રો લેવલ પર. દેશના પ્લાનીંગની વાત કરીએ આ મેજર પ્રોબ્લેમ છે આખા દેશની દ્રષ્ટિ, આખા દેશના અર્થતંત્રને કોવિડ-19ને રોકવા માટે કોવિડ-19થી સર્જાયેલી સ્થિતિ માટે કરવું પડે છે. તેના કારણે ઇનસોલ્વન્સી ઘણા ખરા NBFCના પૈસા ડૂબી ગયા છે, નાના મેન્યુફેક્ચરર તેઓ પ્રોબ્લેમમાં છે. વિદેશોની મોટી કંપનીઓ નાદારી નોંધાવી રહી છે. ત્યારે ભારતમાં પણ તેની અસરો જોવા મળશે. સૌથી અગત્યનું લિકવીડિટી લોકો પાસે પૈસા કેસ નથી. તો સૌથી પહેલા આરોગ્ય સંકટ, ત્યાર બાદ આર્થિક સંકટ અને પછી ફાઇનાન્સિયલ સંકટ તોળાઈ રહ્યું છે. પરંતુ આપણા પ્રધાનમંત્રીએ દેશમાં વહેલી તકે સત્વરે પગલાં લઈ... કેન્દ્ર લેવલે એક્સપર્ટ્સની સલાહ લઈ યોગ્ય માર્ગદર્શન થકી 'આત્મનિર્ભર ભારત' પેકેજ જાહેર કર્યું છે તે આવકારદાયક છે જો રાજ્ય સરકારો આનું ઇમ્પ્લીમેન્ટેશન યોગ્ય રીતે કરે તો સારું એવું પરિણામ મેળવી શકાશે. જેમાં માઇગ્રન્ટસ વર્કર્સને અનાજ આપવાની વાત હોય કે પછી મનરેગા થકી લોકોને રોજીરોટી મળશે. MSME માટે સરકારે 3 લાખ કરોડ ફળવ્યા છે જેના કારણે નાના વ્યાપારીઓને લોન મળશે. તો રાજ્ય સરકારો બેંકો સાથે ચર્ચા કરી લોકો માટે ગેરન્ટી વગર લોન અને વિવિધ પાસાઓ પર ચર્ચા કરી આગળની રણનીતિનું આયોજન કરે છે તે આવશ્યક અને મહત્વપૂર્ણ છે.
સાથે સાથે કેન્દ્ર સરકારે ઘણી પોલિસીમાં ઉદારીકરણ કર્યું છે. જેમકે એવિએશન ઇન્ડસ્ટ્રીઝ, ડિફેન્સમાં, માઇનિંગમાં એગ્રીકલ્ચરમાં પગલાં ભર્યા છે. આનાથી ના કેવળ શોર્ટટર્મ પણ લોન્ગટર્મ ઘણાં ફાયદાઓ થશે. આ બધાની ગુજરાતના અર્થતંત્ર પર સારી અસર પડવાની છે. સાથે સાથે ગુજરાત સરકારે ગુજરાત કેડરના IAS હસમુખ અઢિયાના નેતૃત્વમાં એક કમિટીની રચના કરી છે, જેમાં રાહત પેકેજની ચર્ચા થઈ રહી છે. જે સર્વિસીઝ સેકટર, MSME સેકટરમાં કામોની જરૂરિયાત છે તે મળશે. જે આર્થિક પ્રશ્નો ઉભા થવાના છે તેની સામે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ફૂલી અવેર છે અને ખૂબ જ સારી રીતે પાર પાડશે. આપણે ભૂલવું નહીં જોઈએ કે આ એવો પ્રોબ્લેમ છે જે સર્વેને અસર કર્તા છે. ગ્લોબલાઈઝેશનને ભારે અસર પડી છે. ગયા વર્ષે ગુજરાતમાં 48 હજારથી વધુનું સીધું વિદેશી રોકાણ આવ્યું હતું. હવે આ બધા ઉપર કોવિડના કારણે અસર થવાની છે. પરંતુ આપણી લીડરશિપ આપણાં વહીવટી મશીનરી સ્ટ્રોંગ છે અને આપણે સક્ષમ છીએ... મુશ્કિલો છે, પડકારો છે પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બધા સાથે મળીને ગુજરાત અને આખા દેશના અર્થતંત્રને ફરીથી કાબૂમાં લઈ આવશું.