ગઈકાલે દ્વારકા ખાતે મોરારી બાપુ દ્વારિકાધીશની માફી માંગવા ગયા હતા અને ત્યાં ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે મોરારી બાપુ પર હુમલાનો પ્રયત્ન કર્યો. મોરારી બાપુએ યાદવાસ્થળીને નો એક પ્રસંગ પોતાની કથામાં કહ્યો હતો, ત્યારે આ પ્રસંગને લઇ કાન્હા વિચાર મંચે વિરોધ કર્યો અને ભગવાનની માફી મંગાવાનું કહ્યું હતું.
હુમલાની ઘટના અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું અને જણાવ્યું કે, ભારતના પ્રખર અને ગણમાન્ય સંત પૂજ્ય મોરારીબાપુ સાથે દ્વારકામાં થયેલી ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડું છું. આજે મોરારીબાપુએ ભગવાન દ્વારકાધીશના દર્શને આવીને દ્વારકાધીશ અને સમગ્ર આહીર સમાજની માફી માંગી લીધી છે ત્યારે તેમના ઉપર એ જ વાતને લઈને કરાયેલો હુમલાનો પ્રયાસ નિંદનીય અને અશોભનીય છે.