ભારતના વિત્ત મંત્રાલયની સિક્રેટ માહિતીને વિદેશોમાં વેચનાર એક કર્મચારીની ધરપકડ કરાઈ છે. મળી રહેલી વિગતો અનુસાર, મંત્રાલયમાંથી ઘણી માહિતીને વિદેશ મોકલાઈ છે. દિલ્હી પોલીસે આ માહિતી લીક કરનારાની ધરપકડ કરીછે. મળી રહેલી માહિતી અનુસાર પકડાયેલો કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી હતો અને વિત્ત મંત્રાલયમાં ડેટા એન્ટ્રીનું કામ કરતો હતો.