સંસદમાં 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય જનતા માટે બજેટ રજૂ કરવામાં આવશે. 2024ની લોકસભા ચૂંટણીના એક વર્ષ પહેલા આવનાર આ બજેટને રાજકીય દ્રષ્ટિએ ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ 2023ના બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાની પૂરી કોશિશ કરશે છે. વળી, બજેટના એક દિવસ પહેલા એટલે કે આજે દેશનો આર્થિક સર્વે રજૂ થશે.