સૂત્રોના જણાવ્યા મુજબ નેશનલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ, યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડ અને ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ લિમિટેડને મર્જ કરવામાં આવી શકે છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે પણ કહ્યું કે, "ગત બજેટમાં સરકાર દ્વારા જાહેર કરાયેલી 3 સરકારી સામાન્ય વીમા કંપનીઓના મર્જર તરફ આગળ વધી રહ્યા છીએ... તેઓએ કહ્યું કે, સરકાર આ મામલાને લઈ ગંભીર છે."