બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન ચાલી રહયું છે. આજે એટલે કે શનિવારે અંતિમ મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી. અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની 78 વિધાનસભા બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ માટે બિહારમાં 33,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં ઈવીએમ (EVM) અને વીવીપેટ (VVPAT) મારફતે મતદાન ચાલી રહ્યું છે.
બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અની સીમાંચલ વિસ્તારોમાં યોજાઈ રહ્યું છે. આથી અહી બ્રાહ્મણ અને મુસ્લિમ વોટર્સ નિર્ણાયક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત 11 મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો આજે ઈવીએમમાં સીલ થઈ જશે.