Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આસામમાં વિદેશી ઘૂસણખોરોને અલગ તારવવા માટે છેલ્લા પાંચ વર્ષથી સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખમાં ચાલી રહેલી નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)ની પ્રક્રિયાનો શનિવારે અંત આવ્યો હતો. શનિવારે સવારે કેન્દ્ર સરકાર દ્વારા એનઆરસીની નિર્ણાયક યાદી જારી કરાઈ હતી. આસામમાં ભારતીય નાગરિકતા પુરવાર કરવા કુલ ૩,૩૦,૨૭,૬૬૧ લોકો દ્વારા ૬૮,૩૭,૬૬૦ અરજી કરાઈ હતી જેમાંથી ૩.૧૧ કરોડ લોકોનો એનઆરસીની નિર્ણાયક યાદીમાં સમાવેશ કરાયો છે. કુલ ૧૯,૦૬,૬૫૭ અરજકર્તાઓના નામ એનઆરસીની નિર્ણાયક યાદીમાં સામેલ કરાયાં નથી. એનઆરસી દ્વારા જારી કરાયેલા અખબારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, કુલ ૩,૧૧,૨૧,૦૦૪ લોકોને ભારતીય નાગરિકતા માટે યોગ્ય ગણવામાં આવ્યાં છે. શનિવારે સવારે ૧૦ કલાકે એનઆરસીની નિર્ણાયક યાદી જાહેર જનતા માટે રાજ્યમાં આવેલા ૨,૫૦૦ જેટલાં એનઆરસી સેવા કેન્દ્રો ખાતે અને એનઆરસીની વેબસાઇટ www.nrcassam.nic.in. પર પ્રસિદ્ધ કરાઈ હતી. આ યાદી જુલાઈ ૨૦૧૮માં જારી કરાયેલા એનઆરસીની મુસદ્દા યાદીની પૂરક યાદી હતી. અગાઉના મુસદ્દાઓમાં બાકાત રહી ગયેલા અરજકર્તાઓના પુરાવાની ફરી ચકાસણી કર્યા બાદ આ પૂરક યાદી તૈયાર કરાઈ હતી. અગાઉના મુસદ્દામાં ૪૦ લાખ કરતાં વધુ અરજકર્તાઓ યાદીમાંથી બાકાત રખાયાં હતાં. પૂરક યાદીમાં અગાઉ બાકાત રહી ગયેલા પૈકીના ૨૧ લાખ કરતાં વધુ અરજકર્તાઓનો સમાવેશ કરાયો છે. સવારથી જ એનઆરસીની નિર્ણાયક પૂરક યાદીમાં પોતાના નામનો સમાવેશ છે કે નહીં તે જોવા ૨,૫૦૦ સેવાકેન્દ્રો પર લાંબી કતારો લાગી હતી. ઓનલાઇન ધસારાને કારણે એકસમયે એનઆરસીની વેબસાઇટ ક્રેશ થઈ ગઈ હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ