ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે છેલ્લો દિવસ છે. 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા રાજકોટ અને સુરેન્દ્રનગર થઈ અમદાવાદ પહોંચી છે. આજે સવારે 9:30 વાગ્યે જિલ્લા કલેકટર ઓફિસથી ન્યાય યાત્રા આગળ વધશે અને ચાંદખેડા તરફ જશે. આજે સાંજે 5:30 વાગ્યે ચાંદખેડા ખાતે એક જાહેર સંવિધાન સભાનું પણ આયોજન કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની ન્યાય યાત્રા પૂર્ણ થશે. નોંધનીય છે કે, અગાઉ આ યાત્રા ગાંધીનગર ખાતે પૂર્ણ થવાની હતી. પરંતુ કોંગ્રેસે જણાવ્યું કે, વિધાનસભા સત્રના કારણે ન્યાય યાત્રાને અમદાવાદમાં જ પૂર્ણ કરવામાં આવશે.