રાજકોટમાં આવતીકાલે ભારત-શ્રીલંકા T20 સિરીઝનો ફાઈનલ જંગ, આજે બંને ટીમોનું થશે આગમન
સૌરાષ્ટ્ર-રાજકોટના ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા છે તે ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 મુકાબલો રમાવાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આવતીકાલે સાંજે 7 વાગ્યાથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર મુકાબલો શરૂ થવાનો છે જેના માટે બન્ને ટીમના ક્રિકેટરોનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે જેમનું કાઠિયાવાડી પરંપરાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્યારે બન્ને ટીમ ફૂલ ફોર્મમાં રમી રહી હોવાથી ક્રિકેટરસિકો ચોગ્ગા-છગ્ગાની રમઝટ, વિકેટનું પતન, અદ્ભુત કેચ-ફિલ્ડિંગ જોવા માટે અત્યારથી જ રીતસરનો થનગનાટ અનુભવી રહ્યા છે.