વિવાદી ફિલ્મ પદ્માવત રીલિઝ નહીં કરવાના સિનેમા માલિકોના નિર્ણય પછી આ ફિલ્મ જોવા માટે અમદાવાદીઓએ ચેન્નાઈ અને બેંગલોર જવા હોડ લગાવી છે. બુધવારે સવારે મલ્ટીપ્લેક્ષ માલિકોએ ફિલ્મ નહીં રીલિઝ કરવાનો નિર્ણય જાહેર કર્યા પછી ચેન્નઈ અને બેંગલોરની ફ્લાઇટ માટેની પૂછપરછ વધી હતી. અનેક ફિલ્મ રસિકોએ પદ્માવત જોવા માટે સાઉથના શહેરો તરફ જવાનું આયોજન કર્યું છે.