સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ‘ છેલ્લા કેટલાક સમયથી વિવાદોનો સામનો કરી રહી છે, ત્યારે હવે આ ફિલ્મ વધુ એકવાર કાયદાની ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. ફિલ્માં નિર્માતા પ્રેરણા અરોરા અને નિર્દેશક અભિષેક કપૂર પર 16 કરોડના ફ્રોડનો આરોપ લાગ્યો છે. પદ્મા ફિલ્મ્સના અનિલ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, ક્રીઆર્જ એન્ટરટેનમેંટે તેમના સાથે 16 કરોડની છેતરપિંડી કરી છે.