Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે જે રીતે ગતી પકડી છે તે કાબીલેદાદ છે. અનેક સફળ ગુજરાતી ફિલ્મોએ સીનેમા ગજવ્યા ના દાખલા છે. ૨૦૧૯ માં "હેલ્લારો" અને "રેવા" જેવી ફિલ્મો એ નેશનલ એવોર્ડ મેળવી ગુજરાતી ફિલ્મોને વધુ સન્માન અપાવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પણ ગુજરાતી ફિલ્મો ને પ્રોત્સાહન આપવા અનેક યોજનાઓ અમલી છે. બોલીવુડ અને ગુજરાત ના નિર્માતા ઓ વધુ સરળતાથી ગુજરાત ના લોકેશન પર શુટ કરી શકે તે માટે Singal Window Permission ની પણ વ્યવસ્થા અમલી છે. અને તેમાં સમય સમય પર વધુ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા Cinematic Tourism ની પણ રચના કરવામાં આવી છે.

૨૦૧૯/૨૦૨૦ દરમ્યાન રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ની એન્ટ્રી મંગાવી, તટસ્થ જ્યુરી દ્વારા તેનું બારીકાઈથી નિરીક્ષણ કરી, ખાસ એવોર્ડ નું આયોજન અમદાવાદ ની જાણીતી ઇવેન્ટ કંપની તીહાઇ - ધ મ્યુઝીક પીપલ દ્વારા કરવામાં આવ્યું છે.

Film Excellence Award Gujarati : 2019/2020 ના શિર્ષક તળે યોજાનાર આ એવોર્ડ શો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ નો પહેલો એવો શો છે કે જે ગુજરાત ની શાન સમા કચ્છ ના સફેદ રણની ધરતી પર નિર્માણ પામેલા "ટેન્ટ સીટી" ખાતે યોજાશે.

આ અંગે વધુ વિગતો આપતા તીહાઇના ડીરેક્ટર અને જાણીતા નિર્માતા દિગ્દર્શક શ્રી અભિલાષ ઘોડા એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સંસ્થાઓ માટે મેં આ પ્રકારના એવોર્ડ શો માટે કામગીરી કરી પરંતુ હવે મારી પોતાની કંપની દ્વારા આવું આયોજન કરવાની ઇચ્છા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પહેલી વખત ગુજરાતી ફિલ્મો ના એવોર્ડ એક સુંદર Destination પર યોજાવા જઇ રહ્યા છે. આગામી તારીખ ૩૦ જાન્યુઆરી અને ૩૧ જાન્યુઆરી એમ બે દિવસ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મુંબઈ અને ગુજરાત ના નામી કલાકારો અને કસબીઓ ને લાલ જાજમ બીછાવી સંપુર્ણ સન્માન સાથે સ્વાગત કરવા અમે કટીબધ્ધ છીએ.

આ માટે તમામ કલાકારો/કસબીઓ ને મુંબઈ અને ગુજરાત થી લાવવા લઇ જવા સહિત બે નાઇટ માટે ટેન્ટ સીટી માં રહેવા, ભોજન અને અન્ય પ્રવૃત્તિઓ ની તમામ વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવી છે.

આ માટે જાણીતી કંપની White Rann Campaign & Hospitality નો નોંધનીય સહકાર અમને મળ્યો છે.

આજથી તારીખ ૯ જાન્યુઆરી સુધીમાં ૨૦૧૯/૨૦૨૦ દરમ્યાન રીલીઝ થયેલી ગુજરાતી ફિલ્મો ના નિર્માતા ઓને પોતાની ફિલ્મ ની એન્ટ્રી મોકલવા આમંત્રણ આપવામાં આવ્યું છે. એન્ટ્રી મળેલ ફિલ્મો નો તારીખ ૧૦ જાન્યુઆરી થી તારીખ ૨૦ જાન્યુઆરી સુધી તટસ્થ નિર્ણાયકો દ્વારા પ્રીવ્યુ કરી તારીખ ૨૩ જાન્યુઆરી એ નોમીનેશન્સ જાહેર કરવામાં આવશે.

એન્ટ્રી મોકલનાર ફિલ્મોના નિર્માતાઓ, દિગ્દર્શકો તથા નોમીનેશન મેળવેલ તમામ કલાકારો અને કસબીઓ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ખાસ મહાનુભાવો ને ઇવેન્ટ માં લઇ જવા ની તમામ વ્યવસ્થા આયોજકો તરફથી કરવામાં આવશે. આ શો માં એન્ટ્રી મોકલવા કોઇપણ પ્રકારની ફી રાખવામાં આવી નથી. આપ આપની એન્ટ્રી તારીખ ૯ જાન્યુઆરી , સાંજે ૬ વાગ્યા સુધીમાં ghodaabhilash@gmail.com પર મોકલી શકો છો.

આ આખા આયોજન માં અભિલાષ ઘોડા સાથે ક્રીએટીવ ડીરેક્ટર તરીકે જાણીતા કલાકાર નિસર્ગ ત્રિવેદી, ટેકનીકલ ડાયરેક્ટર તરીકે કરન ઘોડા અને વિવેક ઘોડા, નૃત્ય દિગ્દર્શક તરીકે કૃણાલ સોની, વસ્ત્ર પરીકલ્પના માટે પૌરવી જોષી તથા સમગ્ર આયોજનમાં પીયુષ સોલંકી, ધૃવા પંડ્યા, જીગર રાઠોડ, નિસર્ગ ચૌહાણ જેવી સક્ષમ નિર્માણ ટીમ જોડાયેલી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ