સાઉથ ઈન્ડસ્ટ્રીમાંથી દુખદ સમાચાર આવી રહ્યા છે. ઈનાડુ અને રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવનું આજે સવારે હૈદરાબાદ, તેલંગાણામાં અવસાન થયું છે. પ્રતિષ્ઠિત મીડિયા દિગ્ગજ અને ફિલ્મ સમ્રાટ રામોજી રાવનું હૈદરાબાદની સ્ટાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. તેમણે સવારે 3.45 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 87 વર્ષના હતા. રામોજીના નિધનના સમાચાર બાદ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. રામોજી રાવના નિધન પર ઘણા સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.